આવતીકાલે છ ડિસેમ્બર હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ ની ઉજવણી – ૨૦૨૩ અન્વયે ગાંધીનગર જિલ્લા કમાન્ડન્ટ અને DYSP મુખ્ય મથક અમી પટેલ સાહેબ તથા જિલ્લા ના હેડ ક્લાર્ક ગંગ સ્વ. રૂપલબેન મુનિયા ના માર્ગદર્શન હેઠળ કલોલ હોમગાર્ડ યુનિટના ઓફિસર કમાન્ડિંગ મનોજભાઇ કે પરમાર ના નેતૃત્વ માં કલોલ યુનિટ દ્વારા હોમગાર્ડ મહિલા/પુરુષ સભ્યો ની અલગ અલગ ટીમો પાડી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષા રોપણ નો તથા કલોલ એસ.ટી બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાન નો તથા રમત ગમત રસ્સા ખેંચ જેવા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ જેમાં કલોલ યુનિટના કંપની કમાન્ડર પી.એસ.યાદવ,સિનિયર પ્લાટુન કમાન્ડર બી.એમ.સોલંકી, સિનિયર પ્લાટુન કમાન્ડર પી.એ.ચાવડા એન.સી.ઓ હોમગાર્ડઝ મહિલા/પુરુષ સભ્યોએ મોટી સંખ્યામાં હાજર રહી ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ.