ગાંધીનગર
કલોલ
કલોલ કલ્યાણપુરા ખાતે શ્રી જીવદયા નિકેતન સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા સમયથી ઉત્તરાયણ પર્વ નજીક આવતા શ્વાન માટે દર વર્ષે લાડુ તૈયાર કરવામાં આવે છે જેને લઇને આ વર્ષે પણ 251 કિલો ના શ્વાન માટે લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા
શ્રી જીવદયા નિકેતન સેવા ટ્રસ્ટ તેમજ કલ્યાણપુરાના રહીશો દ્વારા આ લાડુ તૈયાર કરવામાં આવે છે અને શ્રી જીવ દયા નિકેતન ટ્રસ્ટ દ્વારા શ્વાન માટે બારેમાસ રોટલા તેમજ ગાયો માટે ઘાસચારો તેમજ અબોલ પશુ પક્ષીઓ માટે ચણનું પણ વ્યવસ્થા કરે છે અને સેવાકીય કાર્યો કરી રહ્યા છે જેમાં કલ્યાણપુરાના સ્થાનિકો પણ સહયોગ કરી રહ્યા છે. અને ઉદાહરણ સાથે ફાળો આપીને પોતાને ધન્યતા અનુભવી રહ્યા છે.