સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે છેલ્લા નવ વર્ષથી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે નેં ફોર ટ્રેક બનાવની કામગીરી ગોકુળ ગતીએ ચાલુ છે જેમાં તાજેતરમાં ઉનાના સીમાસી ગામના બાયપાસ પરનાં રેવદ ગામના સર્વિસ રોડ પર નવા નાખેલા માઇલ સ્ટોન માં હિન્દીમાં લખેલા નંદોલી 8 કિલોમીટર હિન્દી માં લખેલું છે ખરેખર વાસ્તવમાં આવું 8 કીલોમીટર દુર ગામ આવેલું જ નથી.
કોડીનાર ઉના નેશનલ હાઇવે પરના તાજેતરમાં નાખવામાં આવેલા માઇલ સ્ટોન માં લોલમલોલ લખાણ વાહનચાલકોને ગેરમાર્ગે દોરે તેવા અને મુશ્કેલીમાં મૂકી દે તેવા છે. ખાસ કરીને બહારથી આવતા અજાણ્યા પ્રવાસીઓ ઉના કોડીનાર ની ભૌગોલીક પરિસ્થિતિથી અજાણ હોય છે ત્યારે તેઓ વધારે ગોટે ચડી જાય છે.
ઉના કોડીનાર નેશનલ હાઈવે ઉપર ઠેર-ઠેર માઈલ સ્ટોન નાં કિલોમીટર લખેલા આંકડા ખોટા દર્શાવાયા છે. ત્યારે અજાણ્યા પ્રવાસીઓ ગુચવાઈ જાય છે. વાહનચાલકોને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે નેશનલ હાઈવે દ્વારા યોગ્ય કરવું જરૂરી બન્યું છે.