કચ્છ (ગાંધીધામ)ની દીકરી પ્રિયા સથવારાએ યુએસ આર્ટ ગેલેરીમાં બેસ્ટ સિંગર ઓફ ધ એવોર્ડ -સર્ટીફિકેટ ટ્રોફી મેળવીને સન્માન પ્રાપ્ત કરી સમાજ અને દેશનું નામ ઉજાગર કર્યું: ખુલ્લી આંખોએ અંધકારમય દુનિયામાં સફળ જિંદગી જીવતી પ્રિયાને સેલ્યૂટ
◼️ કચ્છ-ગાંધીધામ: (શ્રી જયેશભાઈ મોરી દ્વારા): કહેવાય છે કે, અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. આ ઉક્તિને એક પ્રજ્ઞાચક્ષુ યુવતીએ સાર્થક કરી છે. જીંદગીના જંગમાં કાયર બની આત્મહત્યા સુધી પ્રેરાઈ જતાં નાસીપાસ થતાં વ્યક્તિઓ માટે આ યુવતી પ્રિયા સથવારા પ્રેરણા સ્તોત્ર કહી શકાય એમ છે. પોતે બંને આંખોની રોશની ન હોવા છતાં પણ નિડરતાપૂર્વક સાંસ્કૃતિક ક્ષેત્રે નામના મેળવી છે. પ્રિયા સથવારાએ યુ.એસ. ગેલેરીમાં બેસ્ટ સીંગર ઓફ ધ એવોર્ડ સટ્રીફિકેટ અને ટ્રોફી મેળવીને ગૌરવસભર સન્માન પ્રાપ્ત કર્યું છે. ગાંધીધામની પ્રિયાએ પોતાની શ્રધ્ધા છોડ્યા વિના સંગીતની સરગમને એવી તો કંઠસ્થ કરી લીધી કે આજે સંગીત તેનું જીવન બન્યું છે, એમ કહીએ તો અતિશયોક્તિ નથી. વિશ્વની રંગીન દુનિયા પ્રિયા માટે અજાણી એટલા માટે છે કે તેની દ્રષ્ટી કુદરતે છીનવી લીધી છે પરંતુ કુદરતે તેને જે સ્વર આપ્યો છે તે એટલો ઉત્કૃષ્ટ છે કે, તે પોતાના કંઠથી દુનિયાને ઓળખ આપે છે અને નામના પણ પ્રાપ્ત છે. ગાંધીધામ કચ્છની આ ગૌરવશાળી દીકરી પ્રિયા સથવારાએ યુ.એસ. ગેલેરીમાં બેસ્ટ સીંગર ઓફ ધ એવોર્ડ સટ્રીફિકેટ અને ટ્રોફિ મેળવીને સન્માન મેળવ્યું. તેને સોની ટી.વી.ના સંગીતમય શો ઈન્ડીયન આઈડોલ-૨૦૨૦માં અતિથિવિશેષ તરીકે આમંત્રણ મળ્યા બાદ, શોમાં હાજરીથી જાણે નસીબે તેને યારી આપી હોય એ રીતે તેના હેલ્લો ગુજરાત જેવા સફળ અને અવનવા સંગીત આલ્બમમાં તેના ગીતોને સંગીતના સૂર અને તાલ સાથે સ્વરે મઢવામાં આવ્યા હતા જે લોકો હોંશે-હોંશે સાંભળે છે. આ દીકરી પ્રિયાને ચારે તરફથી અભિનંદન અને શુભેચ્છાઓની વર્ષા થઇ રહી છે અને દીકરી એટલી જ સંગીતની સાધના વડે ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરી રહી છે. ખુલ્લી આંખોએ અંધકારમય દુનિયામાં સફળ જિંદગી જીવતી પ્રિયાને સેલ્યૂટ છે અને આવા સરાહનીય રત્નોને જન્મ આપનાર માતા-પિતા પણ એટલા જ સલામને પ્રાપ્ત છે. સથવારા સમાજના અને સમગ્ર કરછ ગાંધીધામના ગૌરવસમા સિંગર પ્રિયાબેન માટે… વ્હાલા વાચક મિત્રો અને દર્શક મિત્રો સહિત વડીલો, યુવાનો તથા સ્નેહી સદ્ ગૃહસ્થો…. એટલું જરૂર ઉમેરી શકીએ કે પ્રિયા ગીતકારના શબ્દોને સૂરમાં ઢાળીને કર્ણપ્રિય બનાવે છે ત્યારે અંતરથી ઉભરાયેલા ભાવોને અક્ષરોની સહાયથી શબ્દોમાં ગુંથીને કંડારીએ કે હૈયાના હેતે પ્રજ્ઞાચક્ષુને વધાવીએ, મનડાની મમતાથી મતમાં સમાવીએ. ટહુકાના ટેકે તેને આગળ વધારીએ… આનંદથી શુભકામનાઓ.