ગણેશોત્સવ ભક્તિ શ્રદ્ધા અને ઉત્સાહ નો સમન્વય લઇને આવે છે.
ત્યારે કલોલના રકનપુર બાવા પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષ થી બાવા ફાર્મ ખાતે ગણપતિ ની ચોથ ના દિવસ થી સ્થાપના કરી ખૂબજ ભક્તિ ભાવ પૂર્વક ચૌદસ સુધી પૂજા પાઠ કરવામાં આવે છે ત્યારે બાવા પરિવાર ના સુનિલભાઈ બાવા , પ્રવીણભાઈ બાવા તેમજ તેમના પરિવાર અને મિત્રો દ્વારા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું જેમાં ગુલાલ ઉડાડી વિગ્નહર્તા ગણેશજી ની આરતી પૂજા કરી તેમનું વિસર્જન કરવામાં આવ્યું જેમાં વિસર્જન માં આવનાર તમામ ને બુંદીના લાડુ નો પ્રસાદ આપવામાં આવ્યો