KIRC કેમ્પસ ના તમામ વિદ્યાર્થી સાથે મળી નવરાત્રી નો આનંદ માણી શકે તે માટે ભવ્ય રાસગરબા નું આયોજન કેમ્પસ ના ચેરમેન ડો.અતુભાઈ પટેલ ની અધ્યક્ષતા માં યોજાયો
ગાયક ભૌમિક શાહ ના તાલે તમામ ખેલૈયા ઓ ગરબાની તાલે ઝૂમી ઉઠ્યા હતા કેમ્પસ ના તમામ ગરબા રશીકો માટે સેલ્ફી જોન અને ફૂડ કાઉન્ટરો ની વ્યવસ્થા કરવામાં આવી
KIRC કેમ્પસ ના વિદ્યાર્થીઓ સાથે આદર્શ મલ્ટી સ્પેસ્યાલિસ્ટ હોસ્પિટલ ના ડૉ.સ્ટાફ અને તમામ સ્ટાફ નર્સ અને તમામ સ્ટાફ પણ આ ગરબામાં ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો તેમની સાથે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ ટ્રેડિશનલ ડ્રેસ પેહરી ને ગુજરાતના ખુબજ લોકપ્રિય ગરબામાં અલગજ પ્રકાર ની એક્ટિંગ સાથે માં દુર્ગાની આરાધના માં ગરબે ઘુમ્યા કેમ્પસ ના તમામ સ્ટાફ પણ આ ગરબા માં જોડાયા અને ગ્રાઉન્ડ ની મધ્ય માં માં દુર્ગાની મૂર્તિ ની સ્થાપના કરી અને ફૂલો થી માં લખેલા શબ્દ એ ખુબજ સુંદર આકર્ષણ જમાવ્યું
ચેરમેન ડો. અતુલભાઈ પટેલ દ્વારા જણાવ્યું કે આ કેમ્પસ માં દર વર્ષે ગરબાનું આયોજન સ્ટાફ અને વિદ્યાર્થી ઓ માટે કરવામાં આવે છે જેમાં કોલેજ અને હોસ્પિટલના તમામ સ્ટાફ માટે આયોજન કરવામાં આવે છે જેથી વિદ્યાર્થી ઓ માં એકતાની ભાવના કેળવાય
નવરાત્રિના રસિકો માં નવરાત્રી બાદ પણ ગરબે ગુમવાનો ઉત્સાહ આ આયોજન માં ઓછો ન જણાયો ગરબામાં તમામ લોકો ખૂબ ઉત્સાહથી ગાયક ગરબે ઘુમ્યા