ગાંધીનગરના કલોલમાં વ્હાઈટ હાઉસ ફ્લેટ ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવરાત્રિના છઠ્ઠા નોરતે સોસાયટીના રહીશો દ્વારા વેશભૂષા કાર્યકમનું આયોજન કરાયું હતું. જેમાં બાળકો સહિત સોસાયટીના રહીશો અવનવી વેશભૂષા પહેરીને આવ્યા હતા અને ગરબે ઘૂમ્યા હતા.વ્હાઈટ હાઉસ ફ્લેટમાં સોસાયટીના રહીશો દ્વારા નવલી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબાની મોજ કરી રહ્યા છે. ત્યારે શેરી ગરબા પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
જેમાં વ્હાઈટ હાઉસ ફ્લેટ ખાતે છઠ્ઠા નોરતે અવનવી વેશભૂષા પહેરી ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. જેમાં આરતી કર્યા બાદ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા અને નાના બાળકો અવનવી વેશભૂષા પહેરી આવ્યા હતા. આ આયોજનમાં વિવિધ પાત્રો ભજવવામાં આવ્યા.
આ પાત્રોમાં કોઈ દેશના વડાપ્રધાન બન્યા તો કોઈ ભાથીજી મહારાજ નું રૂપ ધારણ કર્યું તો કોઈએ ખેડૂત નું અને નવરાત્રી હોવાને કારણે મહિલાઓ દ્વારા નવદુર્ગા ના રૂપ ધારણ કર્યા હતા.જ્યાં 1 થી ૧૫ વર્ષના બાળકો જેમને વેશભૂષામાં ભાગ લીધો હતો તે તમામ બાળકો ને ઈનામ પણ આપવામાં આવ્યા હતા.