આરાધના બચત સહકારી મંડળ શાખા નું કલોલ આયોજન નગર ખાતે બ્રાન્ચ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
છેલ્લા ઘણા સમયથી ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકા મા આરાધના બચત સહકારી મંડળ ની શાખા નું ઓપનિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આરાધના બચત સહકારી મંડળ ને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી કલોલની આરાધના બચત સહકારી મંડળ ની આયોજન નગર સોસાયટી ખાતે બ્રાન્ચ ના ચેરમેન નવનીતભાઈ ઝાલા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં કલોલ આયોજન નગર શાખાના બ્રાન્ચ મેનેજર મુમતાજબાનું અનીસહમદ ના સાથ અને સહકાર થી કરવામાં આવ્યું
આરાધના બચત સહકારી મંડળી ની આજ સુધી ૯૬ જેટલી બ્રાન્ચ નું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે જે મંડળીની સ્થાપના ૧૯૯૪ માં વડોદરાથી છેલ્લા ૩૦ વર્ષ થી સક્રિય કામ ગીરી પૂરી કરી ચૂક્યા છે ત્યારે આ મંડળી દ્વારા નાના વેપારી, ભણતર, ઘરની જરૂરિયાત, કે અન્ય કોઈ પણ જરૂરિયાત મંડળી દ્વારા પૂરી કરવામાં આવે છે
આરાધના બચત સહકારી મંડળી માં ૫૦૦ થી ખાતું ખોલાવી શકાય છે જ્યારે મંડળી દ્વારા છ મહિના બાદ લોન ની જરૂરિયાત કોઈ પણ શાખા માંથી હોલ્ડર મેળવી શકે છે
આરાધના બચત સહકારી મંડળી ના આ ઉદ્ઘાટન પ્રસંગે કલોલ બ્રાન્ચના સુચિતાબેન મહેન્દ્રભાઈ ગોહિલ, આરસોડિયા બ્રાન્ચ ના દક્ષાબેન હિતેશભાઈ વણકર, કડી બ્રાન્ચના કાર્તિકભાઈ પરમાર, નારદીપુર બ્રાન્ચના જ્યોત્સનાબેન પૃથ્વીસિંહ વાઘેલા તેમજ બાપુનગર બ્રાન્ચના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ચંદ્રકાંતભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા જ્યારે ખાસ ઉપસ્થિત કલોલ નગર પાલિકા ના કાઉન્સિલર સલાઉદ્દીન ભાઈ જે. જે એ હાજરી આપી
આ ઉદ્ઘાટન પ્રસંગે પધારેલા સલાઉદ્દીન જીજે આ સહકારી મંડળીમાં પ્રથમ ખાતું ખોલાવી મંડળીની શરૂઆત કરી હતી
આ પ્રસંગે તમામ ને સહકાર માટે બે બેહનો ને કિટો નું વિતરણ કરવામાં આવ્યું ત્યારે આ ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યા માં લોકો એ હાજરી આપી.