કલોલમાં બસ ડેપો ખાતે કમળાબેન ઈમાનદારીનું ઉમંદુ
ઉદાહરણ બન્યા.
સમગ્ર રાજ્યમાં દિવાળીનો મહોલ ચાલી રહ્યો છે જેને લઇને બજારમાં ભારે ભીડ પણ જોવા મળી રહી છે અને બસ ડેપોમાં પણ મુસાફરોની અવરજવરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તે દરમિયાન કલોલ એસટી બસ ડેપો ખાતે કમળાબેન ઈમાનદારીનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કમળાબેન પોતાના પરિવાર સાથે અમદાવાદ જઈ રહ્યા હતા તે સમયે તેઓ એસ.ટી બસ ડેપો પાસે બાંકડામાં બેઠા હતા તે દરમિયાન તેમની પાસે બેઠેલા બે મહિલાઓ તેમનું પોતાનું પાકીટ ભૂલી ગયા અને બસમાં ચાલ્યા ગયા હતા. જેને લઇને કમળાબેનને આ પાકીટ મળ્યું હતું કમળાબેન એ તાત્કાલિક પાકીટ લઈને એસટી બસ ડેપોના કંટ્રોલરૂમને સંપર્ક કરો હતો.
જોકે ગણતરીના સમયમાં જ જે મહિલા તેઓનું પાકીટ ભૂલી ગયા હતા ગુમ થઈ ગયેલ મહિલા નો પુત્ર એસટી બસ ડેપો ખાતે આવીને પર્સ અંગે પૂછપરછ કરતા કંટ્રોલરૂમમાં તપાસ કરતાં કંટ્રોલ રૂમે તેની પૂરેપૂરી ખાતરી કરતા તેઓએ પર્સ તેમનું સુપ્રત કર્યું હતું જેને લઈને પરિવારમાં પણ ખુશી જોવા મળી હતી અને પાકીટ મળેલ પરત કરનાર કમળાબેન નો પણ આભાર માન્યો હતો.