કસ્તુરી નગર ઇફ્કો કોલોની ખાતે નવરાત્રી મહોત્સવ નું આયોજન કરાયું
ઇફ્કો દ્વારા નવરાત્રી ના નવ દિવસ અલગ અલગ ગાયકો સાથે નવરાત્રી ધામધૂમ થી ઉજવવા માં આવે છે
ઇફ્કો માં માતાજીના ફરતા મંદિર માં નવ દુર્ગાની તસવીરો ની સ્થાપના કરી આરતી અને પૂજન રોજ ઇફ્કો પરિવાર દ્વારા કરવામાં આવી
નવરાત્રીમાં ગરબા માં ખેલૈયા ટ્રેડિશનલ ડ્રેસ પેહરી ગરબે ઘુમ્યા ગરબામાં આવનાર તમામ લોકો ની સિક્યુરિટી ગાર્ડ દ્વારા દેખરેખ હેઠળ આયોજન કરાયું નવરાત્રિના સાતમા નોરતે ઇફ્કો મહિલા ક્લબ ની મહિલાઓ પણ ટ્રેડિશનલ ડ્રેસ માં ખુબજ ઉત્સાહ માં ગરબે ગુમ્યાં કસ્તુરી નગરના આજુબાજુ વિસ્તારના લોકો માટે વિનામૂલ્યે માતાજીના ગરબે ગુમવા ખેલૈયાઓ ને એન્ટ્રી આપવા આવી
નવરાત્રીમાં ખેલૈયાઓ માટે ખાણીપીણીના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા ઇફ્કો ના તમામ કર્મચારીઓ દ્વારા માતાજી નવ દિવસમાં શ્રદ્ધા ભક્તિ અને આસ્થાથી પૂજન વિધિ કરી અને દેશમાં શુભ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી