કલોલ બારોટ વાસ માં આવેલ વર્ષો જુનું પુરાણીક મંદિર એવા માતરી માતા મંદિરે ખુબ જ ધામ ધૂમ થી નવરાત્રી મહોત્સવ નું આયોજન થાય છે જ્યાં માતરી માતા ની આરતી કરવામાં આવે છે.
મંદિરમાં પૂજારી દ્વારા શરૂઆતમાં દૂપ આપી આરતી ની શરૂઆત કરવામાં આવે છે આરતીમાં બારોટ વાસ ના તમામ રહીશો મોટી સંખ્યામાં હાજરી આપે છે અને માતાજીની આરતી અર્ચના કરી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.
માતાજીના મંદિર ને ફૂલ અને લાઈટો થી સુશોભિત કરવામાં આવે છે નવરાત્રી માં નવે નવ દિવસ ગુજરાત ના ખુબજ લોકપ્રિય કલાકારો દ્વારા ટ્રેડિસનલ કપડામાં ગરબે ઘુમી નવરાત્રી ની ઉજવણી કરવામાં આવે છે