કેસરિયા ગરબા ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ ૨૦૨૩ અંતર્ગત ગાંધીનગર ના ચાર તાલુકાઓ માં આયોજન કરાયું
કલોલના કેશવબાગ માં સરકારી ગાઈડ લાઈન પ્રમાણે નવરાત્રી ના પ્રથમ દિવસે હજારો ની સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકી ને જૂમ્યા
કલોલ તાલુકા પોલીસ સ્ટેશન,સિટી પોલીસ સ્ટેશન ના પી.આઈ ની સીધી દેખરેખ હેઠળ સીસી ટીવી કેમેરા દ્વારા મોનીટરીંગ કરવામાં આવ્યું તેમજ કલોલ શહેર ના પોલીસ અધિકારી, હોમગાર્ડ યુનિટ ના સિપાહીઓ તેમજ કેસરિયા ગ્રુપના કાર્યકર્તા દ્વારા ખુબજ સહજતા થી નવરાત્રી નો પ્રથમ દિવસ ઉજવાયો
કલોલ ના કેશવબાગ પાર્ટી પ્લોટ ખાતે કેસરિયા ગરબા નવરાત્રી મહોત્સવ 2023 નું કેસરિયા ગ્રુપ દ્વારા ખુબજ સુંદર આયોજન કરાયું
કેસરિયા ગરબા ગ્રુપ દ્વારા નવરાત્રીના નવ દિવસ નોરતા નિમિત્તે ગુજરાતના સુપ્રસિદ્ધ ગુજરાતી ગાયોની વણઝાર સાથે ખેલૈયા મન મૂકીને ગરબા ની રમઝટ માટે પ્રથમ દિવસ થીજ ખૂબ જોષ માં ખેલૈયાઓ મન મૂકીને જુમ્યા
નવરાત્રિના પ્રથમ દિવસે ગરબા કિંગ નીતિન બારોટ સાથે ગરબા ની રમઝટ માટે મોટી સંખ્યમાં ખેલૈયા થી પાર્ટી પ્લોટ હાઉસ ફૂલ જેવું જોવા મળ્યું આ કેસરિયા ગ્રુપ નવરાત્રી મહોત્સવ માં આયોજકો દ્વારા ગરબે જુમતા ખેલૈયાઓ માટે તમામ પ્રકાર ની સુરક્ષા નું ધ્યાન રાખવામાં આવ્યું ગરબા દરમિયાન સી.સી.ટીવી કેમેરા, ડોકટર ની ટીમ, એમબ્યુલન્સ ની સુવિધા, તેમજ ખેલૈયા ની એન્ટ્રી પાસ પર આપેલ QR કોડ સ્કેન કરી ને તમામ ચેકીંગ બાદ એન્ટ્રી આપવામાં આવી
ગરબા મહોત્સવ ના પ્રથમ દિવસે IG અભય ચુડાસ્મા ખાસ ઉપસ્થિત રહી માં અંબાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમનું સ્વાગત કલોલ તાલુકા બી.જે.પી ના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું આ ગરબા મહોત્સવમાં પ્રથમ દિવસે અમદાવાદ ની રાજપૂત બહેનો દ્વારા તલવાર ની કરતબો સાથે ગરબે ગુમી આવનાર તમામ ખેલૈયાઓ અને તેમના પરિવારો ને આશ્વર્ય ચકિત કરી દીધા હતા
કેસરિયા ગ્રુપના પ્રથમ દિવસે કલોલ નગર પાલિકા ના તમામ સદસ્યો, કલોલ નગર પાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ, ઉપપ્રમુખ, પૂર્વ પ્રમુખ પણ હાજરી આપી
તમામ ખેલૈયાઓ માટે ખાણીપીણી ના સ્ટોલ પણ લગાવવા માં આવ્યા જેનો સૌએ લાભ લીધો