કલોલ ખાતે કેસરિયા ગરબા માં નવમા છેલ્લા નોરતે કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોરે દિવ્યાંગ બાળકો સાથે નવરાત્રિની ઉજવણી કરી.
કલોલ ખાતે પ્લોટ ખાતે ગરબા ગ્રુપ દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરરોજ નવરાત્રી દરમિયાન અલગ અલગ નામચીન કલાકારો વચ્ચે ખેલૈયા રમઝટ બોલાવી હતી જ્યારે નવરાત્રીના છેલ્લા નોરતે કાજલ મહેરીયા એ ખેલૈયા ને મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી તે દરમિયાન કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર એ પણ દિવ્યાંગ બાળકો સાથે ગરબા ગરબા રમ્યા હતા જેમાં કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ ,ઉપપ્રમુખ હેમાંગીબેન સોલંકી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશભાઈ વરઘડે પણ ગરબા રમ્યા હતા અને દિવ્યાંગ બાળકો સાથે નવરાત્રીની મોજ મળી હતી.