કલ્યાણપુરા બ્રિજ નીચેથી 4 જુગારી ઝડપાયા


કલોલ ના નવા શાક માર્કેટ પાસે આવેલ કલ્યાણપુરા બ્રિજ નીચે પાન પાર્લર આગળ કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હતા. જે બાતમીના આધારે કલોલ શહેર પોલીસે દરોડો પાડયો હતો. જેમાં જુગાર રમી રહેલા
લતીફ યુસુફભાઈ બેહલીમ રહે સોમનાથ નગર સોસાયટી વિભાગ 2 કલ્યાણપુરા,
જીતેન્દ્ર ગોવિંદભાઈ મકવાણા રહે. બદરી કેદાર ફ્લેટ કલ્યાણપુરા,
આરીફ મુસ્તુફાભાઈ મલેક રહે પાનચર ચોકડી કાદરી મહોલ્લા કલોલ
મુકેશ અશોકભાઈ મકવાણા રહે કલ્યાણપુરા કલોલ
ને જુગાર રમવાના સાધન સાહિત્ય સહિત રોકડા રૂપિયા 1280 સાથે ઝડપી પાડ્યા હતા.કલોલ શહેર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.