આગામી 22 તારીખના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજી ની અયોધ્યા જન્મભૂમિમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા જઈ રહી છે જેને લઇને સમગ્ર ગુજરાત રાજ્યમાં અક્ષત કળશયાત્રા કાઢવામાં આવી રહી છે જેને લઈને કલોલના પંચવટી વિસ્તાર ખાતે આવેલા હનુમાન મંદિરથી આ કળશ યાત્રા નીકળવામાં આવી જેમાં પંચવટી વિસ્તાર તેમજ કલોલના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં કળશ યાત્રામાં જોડાયા હતા. આ કળશ યાત્રા સમગ્ર પંચવટી વિસ્તારના સાત કિલોમીટરનો ના રૂટમાં ફરી હતી ઢોલ નગારા ,ડી.જેના તાલ સાથે આ શોભાયાત્રામાં બગીમાં નાના બાળકોએ શ્રીરામ ભગવાન લક્ષ્મણ તેમજ જાનકી સાથે હનુમાનજીના વેશભૂષા ધારણ કરી રથ ની સવારી કરી હતી અને શ્રીરામના નારા સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યો હતો.

