ભારત દેશમાં રહેતા હિન્દુઓ એક સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ માં માનતા થાય તે માટે RSS ની સ્થાપના ડૉ.કેશવ બલિરામ હેડગેવાર દ્વારા સ્થાપના કરવામાં આવી હતી ત્યારે આજે સમગ્ર ભારત દેશ માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલન કાર્યક્રમો યોજાય છે ત્યારે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કલોલ શહેર દ્વારા વિજયા દશમી ઉત્સવ અંતર્ગત પથ સંચલન અને શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો
તાજેતરમાં નવરાત્રી બાદ સમગ્ર દેશમાં અસ્ત્ય પર સત્ય ના વિજય નો પર્વ એવા દશેરા ના રોજ દેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સ્થાપના દિવસ ને અનુલક્ષી ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ કલોલ સરદાર બાગ ખાતે પથ સંચલન અને શસ્ત્ર પૂજન કરાયું જેમાં ૭૦ થી વધારે સ્વયંસેવક ઉપસ્થિત રહ્યા
પથ સંચલન કલોલના સરદાર થી શારદા સર્કલ થઈ વિવેકાનંદ ચોક થી સરદાર બાગ પરત ફર્યા હતા જેમાં સ્વયંસેવકો દ્વારા તેમનું પુષ્પ વર્ષાકરી સ્વાગત કરાયું હતું કાર્યક્રમમાં વક્તા જયેશભાઈ ગોસ્વામી દ્વારા તમામ સ્વયંસેવકોને સંબોધન કર્યું હતું