કલોલ નગરપાલિકા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવતા નગરપાલિકા દ્વારા તેનું સ્વાગત કરી ગાયત્રી મંદિર કલોલ ખાતે ધારાસભ્ય લક્ષ્મણજી પૂજાજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરેલ હતું.
જે કાર્યક્રમ અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી તથા રથમાં માન્ વડાપ્રધાન નો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. વિવિધ કેમ્પો પણ કરવામાં આવ્યા હતા જેવા કે આયુષ્યમાન ભારત કેમ્પ , બી.પી અને સુગરનો હેલ્થ કેમ્પ, પીએમ સ્વ નિધિ યોજના નો કેમ્પ ,આધાર કાર્ડ અપડેસન કેમ્પ , પીએમ ઉજ્વલા યોજનાનો કેમ્પ અને સરકારની વિવિધ યોજનાઓના લાભ મળે તે માટે સેચ્યુએશન કેમ પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્કૂલના બાળકો દ્વારા ધરતી કહે પુકાર કે નામનો ખૂબ જ સુંદર નાટક રજૂ કરવામાં આવ્યું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો અને બકાજી ઠાકોર ધારાસભ્ય કલોલે લોકોને સરકારની વિવિધ યોજનાઓની જાણકારી છેવાડાના માનવ સુધી પહોંચાડવા અને તેનો લાભ લેવા માટે લોકોને આહવાન કર્યું હતું. કાર્યક્રમમાં સ્વાગત વિધિ પ્રમુખ શૈલેષભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી ,આભાર વિધિ ઉપપ્રમુખ હેમાક્ષી બેન દ્વારા કરવામાં આવી તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચીફ ઓફિસર મનોજભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું …