કલોલ ખાતે શિવ સ્પોટ હબ તેમજ ક્રિકેટ બોક્સનું લોકાર્પણ
આપણા દેશની રાષ્ટ્રીય રમત આમ તો હોકી છે પરંતુ યુવાનો સૌથી વધુ ક્રિકેટ પસંદ કરે છે. રાજકોટની જેમ જ અમદાવાદમાં પણ બોક્ષ ક્રિકેટનો ક્રેઝ વધી રહ્યો છે. શહેરમાં ગ્રાઉન્ડ ઓછા થઈ રહ્યા છે અને તેના સ્થાને બોક્ષ ક્રિકેટની શરૂઆત થઈ છે.
બોક્સ ક્રિકેટ હાલમાં ખૂબ જ પ્રખ્યાત થઈ છે શરૂઆતમાં લોકો પોતાના ઘર આંગણે આવેલ મેદાન તેમજ શેરીઓમાં ક્રિકેટ રમતા હતા તેથી તેને ગલી ક્રિકેટ કહેવાથી હતી. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ લોકોનો ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ અને જુનુનમાં ખૂબ જ વધારો થતો ગયો. પરંતુ ડેવલોપિંગના લીધે ગણતરીના મેદાન અને શેરીઓ સાંકળી થઈ જતા શહેરની બહાર અથવા હાઈવે પર આવેલ બોક્સ ક્રિકેટ રમવા જવાનું ચલણ અત્યારે ખૂબ જ વધ્યું છે. મોબાઇલ ગેમ્સના જમાનામાં યુવાનોને ગેજેટ્સથી દૂર રાખવામાં ક્રિકેટનું આ નવું સ્વરૂપ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. બોક્સ ક્રિકેટનો સૌથી મહત્વનો ફાયદો એ છે કે તેના મેદાનમાં ફરતી નેટ લગાવવામાં આવી હોવાથી ખેલાડીઓને રનીંગ પણ ઓછું કરવું પડતું હોય છે. જેથી બોક્સ ક્રિકેટ હાલમાં ખૂબ જ પ્રખ્યાત થઈ છે.
સુંદર ગ્રાઉન્ડ હોવાને થાક લાગતો નથી
અહિયાં 1000થી લઈ 1500 રૂપિયામાં પ્રતિ કલાક ગ્રાઉન્ડ ભાડે મળે છે. જેમાં એક ચોરસ ગ્રાઉન્ડ હોય છે જેમાં બાળકોથી લઈ વૃદ્ધ લોકો પણ રમી શકે છે. કેમ કે નાનું ગ્રાઉન્ડ હોવાને લીધે થાક લાગતો નથી અને રાત્રી ક્રિકેટ રમવા માટે મોટા ખર્ચ પણ કરવાની જરૂર પડતી નથી. શરૂઆતમાં આ વસ્તુમાં રિસ્પોન્સ ઓછો હતો પણ હવે ધીમે ધીમે સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. લોકો પણ ક્રિકેટની મજા સારી રીતે માણે છે. અમદાવાદ, સુરત, વડોદરા ,રાજકોટ જેવી શહેરમાં લોકો પર્સનલ બુકિંગ પણ કરાવતા થયા છે. મહિલાઓ અને ઉંમરલાયક દરેક માટે અહીં દિલ ખોલીને ક્રિકેટ રમવાની છૂટ મળે છે. શહેરમાં હાલ બોક્ષ ક્રિકેટ ટુર્નામેન્ટનો ક્રેઝ વધી રહ્યો છે. સતત દોડતા અને ભાગતા શહેરના લોકોને ક્રિકેટનું આ નવું રૂપ ખુબ પસંદ આવી રહ્યું છે. દિવસ તો ઠીક રાતના પણ એક એક વાગ્યા સુધી અહીં બુકિંગ કરાવે છે
કલોલ ખાતે રાજધાની ચાર રસ્તા ખાતે શિવ સ્પોટ હબ તેમજ ક્રિકેટ બોક્સનું લોકાર્પણ કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે કલોલ શહેરના ભાજપ શહેર પ્રમુખ જે . કે. પટેલ, ભાજપ શહેર સંગઠનના મંત્રી તેમજ હોદ્દેદારો તથા કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશભાઈ વરગડે તેમજ કાઉન્સિલરો તેમજ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.