કલોલ તાલુકાના ઇસંડ ગામે ભવ્ય રીતે નવ દિવસ નવરાત્રી નું મહાકાળી યુવક મંડળ દ્વારા આયોજન કરાયું ઈસંડ ગામ માં પાંચ હાજર થી વધારે વસ્તી ધરાવતા આ ગામ ગરબી ચોક માં એકજ માંડવી માં ગામ તમામ સમાજ ના લોકો એક પરિવાર ની જેમ પારંપરિક રીતે ગરબે ઘુમી માં જગદંબા ના આશીર્વાદ મેળવે છે ઇસંડ ગામ માં નવે નવ દિવસ અલગ અલગ કલાકારો બોલાવી ખેલૈયા ગરબે ઘુમતા જોવા માટે આજુબાજુ ના તમામ મહિલા અને બાળકો ખૂબ મોટી સંખ્યા માં આવે છે.
ઇસંડ ગામ ની નવરાત્રી ના આઠમ ના દિવસે કલોલ ના ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર, કલોલ નગર પાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ, ઉપ પ્રમુખ હિમાંગી બેન સોલંકી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશભાઈ વરગડે, ઇસંડ ગામ ના તાલુકા ડેલિગેટ રાજુભાઈ, કલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ પ્રાપ્તિ બેન ખાશ ઉપસ્થિત રહ્યા .
જ્યારે ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર દ્વારા આઠમના દિવસે નવરાત્રિના પાવન પર્વ કેન્દ્રીય સહકારી ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ના જન્મ દિવસે માં અંબા ને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી.