આગામી ૧૮ ડિસેમ્બરના રોજ વર્લ્ડ માઇગ્રેશન દિવસ ની ઉજવણી થવાની છે ત્યારે સાબરમતી સમૃધ્ધિ સેવા સંગ ગાંધીનગર દ્વારા કલોલ તાલુકાના છત્રાલ જી.આઇ..ડી.સી એરિયા ખાતે G.C.S મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર ના સહકાર થી સ્થળાંતરિત મજૂરો માટે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
જેમાં જનરલ ફિજીસિયન, સર્જીકલ, આંખ, નાક – કાન, ગળા ના ડોકટર તેમજ ઓર્થોપેડીક ડોક્ટર અને ચામડી ને લગતા રોગો ની નિષ્ણાત ડોક્ટરો ની ટીમ દ્વારા તબીબી સેવા પૂરી પાડવામાં આવી આ કેમ્પમાં નાના બાળકોથી લઈને તમામ વયના લોકોની મેડિકલ તપાસ કરી મફત દવાઓ પણ આપવામાં આવી હતી.
આ મેગા મેડિકલ કેમ્પમાં G C S મેડિકલ કોલેજના ડૉ.સરફરાઝ મન્સૂરી તેમજ તેમના ડોક્ટર સ્ટાફ દ્વારા મેડિકલ તપાસ કરવામાં આવી જ્યારે સાબરમતી સમૃધ્ધિ સેવા સંગ ના ફાધર ઝેવિયર જેમ્સ, તેમજ નીતિનભાઈ અન્ય સંસ્થાના કાર્યકરો સાથ અને સહકાર આપ્યો હતો.