આરાધના બચત મંડળ શાખા નું કલોલ તાલુકાના નારદીપુર ખાતે ઉદ્ઘાટન કરાયુ. સપ્ટેમ્બર ૧૯૯૪ થી ગુજરાતના વડોદરા થી સ્થાપના કરવામાં આવી હતી જે અનેક ઉતાર ચડાવ બાદ અત્યારે ખેડૂત, મજૂર વર્ગ, નોકરિયાત, નાના મોટા દુકાનદારો માટે વરદાન રૂપ સાબિત થઈ છે
જ્યારે આ મંડળી નું નારદીપુર ખાતે ચેરમેન ધી આરાધના બચત મંડળ નવનીતસિંહ ઝાલા, ના હસ્તે ઉદ્ઘાટન થયું ત્યારે નારદીપુર શાખા ના બ્રાન્ચ મેનેજર જયોત્સનાબા પૃથ્વીરાજ સિંહ વાઘેલા તેમજ ગામની લગભગ ૧૦૦ વધારે બહેનો હાજર રહી અને આ મંડળી માં પૂરો સહકાર આપી મંડળીને પ્રગતિ ના પંથે લઈ જવા તનતોડ મેહનત કરી જરૂરિયાત વાળી વ્યક્તી ને લોન અપાવી અને બેંક ના સફળતાના ૩૦ વર્ષ માં સહભાગી બન્યા ઉદ્ઘાટનના અંતે ધી આરાધના બચત મંડળ ની ફોટા વાળી કેક કાપી આજથીજ કામકાજ નો સુભારંભ કર્યો હતો