કલોલ તાલુકાના રામનગર ગામે શરદ પૂનમના રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો
ગાંધીનગર જીલ્લાના તાલુકા મથક એવા કલોલ શહેર ના રામનગર ગામે પ્રથમ વખત શરદ પૂનમ ના રોજ ગામ જનોના સહકાર થી રાસ ગરબા અને દૂધ પૌવા નો પ્રસાદ આપવામાં આવ્યો
ગાંધીનગર જિલ્લાના સાંસદ એવા અમિતભાઈ શાહ ના મતવિસ્તાર માં આવેલ રામનગર ગામ દત્તક લીધેલા આ ગામ ને ગુજરાતમાં પ્રથમ ક્રમાંક માં ગામડામાં સમાવેશ કરેલ છે જ્યાં સ્વચ્છતા, અને ગામમાં રહેતા તમામ સમાજના લોકો માં એકતા નું પ્રતીક જોવા મળે છે કે જેમાં દરેક તહેવાર ધામધૂમ થી ઉજવવા માં આવે છે ગામ માં આવેલ ઉમિયા મંદિરે દિવાળીના તહેવારોમાં અન્ન ફૂટ દર્શન અને પાટોત્સવ તેમજ રાસ ગરબાનું પણ આયોજન ગામના સહકાર થી કરવામાં આવે છે ત્યારે
શરદ પૂનમના રોજ નવરાત્રિના પાવન પર્વ બાદ પણ ખેલૈયાઓ માટે રાશ ગરબાનું આયોજન કરવામાં આવ્યુ જેમાં ગામના તમામ લોકો દેશી ઢોલ ના ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા ત્યારે ગરબા બાદ ગામ ના યુવાનો અને વડીલો ના સહકાર થી પ્રથમ વખત ૧૫૧ લિટર ના દૂધ પૌવા નો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો જે રાસ ગરબા બાદ તમામ ને આપ્યો હતો