કલોલ સઈજ ના લક્ષ્મીપુરા પરા વિસ્તારમાં ધાનોટ રોડ પર આવેલ દશામાના મંદિરે ૧૨ મો પાટોત્સવ અને નવચંડી યજ્ઞ યોજાયો.
પાટોત્સવના પ્રથમ દિવસે કલોલ ના ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર (બકાજી) મંદિર ના પાટોત્સવ નિમિતે રાખેલ ડાયરાના કાર્યક્રમ માં ખાસ ઉપસ્થિત રહીને દશામાના મંદિરના દર્શન નો લાભ લીધો
દશામા ના મંદિરે દર વર્ષે નવરાત્રી બાદ પાટોત્સવ નું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે ૧૨ માં પાટોત્સવ આશો વદ ૧ ના રોજ યોજાયો મંદિરમાં દર્શને આવનારા યજમાનો દ્વારા નવચંડી યજ્ઞ અને પાટોત્સવ માં પ્રસાદી માટે દાન ભેટ આપી ધન્યતા અનુભવી હતી પાટોત્સવ માં કલોલ શહેર અને તાલુકાના તેમજ અમદાવાદ થી ભક્તો એ આવી દર્શન નો લાભ લીધો પાટોત્સવ બાદ કલોલ અંબા બહુચર મંડળ સીમાબેન નાયક દ્વારા આનંદ ના ગરબા નું પણ આયોજન કરાયું .મંદિરના મહંત દિનેશજી ઠાકોર (ભુવાજી) દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ.