નવરાત્રીના સાતમાં દિવસે કલોલ તાલુકા ના પાનસર ગામમાં આવેલી શ્રીમતી એસ.સી.બી. હાઈસ્કૂલમાં ધામધૂમથી નવરાત્રિની મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
બાળકો ટ્રેડિશનલ ડ્રેસમાં ખૂબ જ ઉત્સાહથી ગરબે ઘૂમ્યા હતા. બાળકો સાથે શિક્ષકો બધા સાથે મળીને નવરાત્રિની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં માતાજીની આરતી કરવામાં આવી હતી પ્રસાદ વહેંચવામાં આવી હતી અને કાર્યક્રમને અંતે બાળકોને નાસ્તો પણ આપવામાં આવ્યો હતો. આમ હાઈસ્કૂલના બાળકો માટે આ એક યાદગાર દિવસ બની ચૂક્યો હતો