અધિકારીઓએ ઈન્કાર કરતાં ફોન જમા કરાવ્યા વિના પરત ફરવાનો વારો આવ્યો.
કલોલમાં આંગણવાડી બહેનો પોતાના સરકારી ફોન અને સીમકાર્ડ જવા કરાવવા માટે તાલુકા પંચાયતની કચેરીએ ગઈ હતી. પરંતુ અધિકારીઓએ તેનો ઈન્કાર કરી દીધો હતો. આંગણવાડીની મહિલાઓ આ વખતે પોતાના હક્ક માટે લડી લેવાના મૂડમાં છે. મહિલા કાર્યકરોએ સુત્રોચ્ચાર કરી પોતાની માંગણીઓના નારા લગાવ્યા હતા. આંગણવાડીની બહેનો દ્વારા પોતાની પડતર માંગણીઓ સંદર્ભે આંદોલન ચાલી રહ્યું છે. આજે હડતાલનો ૩૮મો દિવસ થયો છે. આજરોજ કલોલ આંગણવાડીની બહેનો સરકાર દ્વારા અપાયેલ મોબાઈલ ફોન જમા કરાવવા કલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે આવે આઈ.સી.ડી.એમ ની ઓફીસ ખાતે પહોંચી હતી.પણ અધિકારીઓએ સ્વીકારવાની ના પાડી દેતા તેઓને પોતાના ફોન જમા કરાવ્યા વગર પરત ફરવું પડયું હતું. બહેનોએ કલોલ તાલુકા પંચાયત કચેરીમાં સુત્રોચાર કર્યા હતા. અને પોતાની માંગણીઓ દોહરાવી હતી. રાજ્યભરમાં
આંગણવાડીની બહેનો અને તેડાગર બહેનો દ્વારા પડતર માંગણીઓ સંદર્ભે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ બહેનો હાલમાં હડતાળ ઉપર ઉતરેલી છે. હડતાલને એક મહિના ઉપરાંતનો સમય થઈ ગયો છે. છતાં સરકાર મૌન છે. તો બીજીતરફ આંગણવાડીની મહિલા કાર્યકરો પોતાની હડતાલમાં મચક આપવા તૈયાર નથી. સામસામેની લડતમાં ભૂલકાંઓનો ભોગ લેવાય રહ્યો છે. કારણ એક મહિનાથી આંગણવાડીના તાળાં ખૂલ્યા નથી, ભૂલકાંઓ ઘરે બેઠા છે.