કલોલ ના જાહેર માર્ગોમાં લીલુ ઘાસચારો વેચનારા પેન્ડલ લારીઓ વાળા ઉપર નગરપાલિકાએ બોલાયો સપાટો.
આઠ જેટલા પેન્ડલ રીક્ષા ચાલકો લીલો ઘાસચારો વેચનારા ને ઝડપી લેવાયા.
કલોલ નગરપાલિકા દ્વારા અગાઉ પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
કલોલ નગરપાલિકા દ્વારા શહેરના જાહેરમાર્ગો ઉપર લીલો ઘાસચારો વેચતા તત્વો ઉપર સપાટો બોલાવવામાં આવ્યો હતો. પોલીસને સાથે રાખીને નગરપાલિકાએ કાર્યવાહી કરતા લીલો ઘાસચારો વેચતા તત્વો ને ઝડપી લેવામાં આવ્યા હતા. અને તેમની પાસેથી લીલો ઘાસચારો અને પેડલ રિક્ષા વિગેરે જપ્ત કરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા અગાઉ પણ આ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ છતાં આ લોકો ફરી રસ્તા ઉપર ઘાસ વેચવા આવી જતા પાલિકાએ કડક કાર્યવાહી કરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર કલોલ નગરપાલિકા દ્વારા પોલીસને સાથે રાખીને કલોલ ખાતે ના જાહેરમાર્ગો ઉપર લીલો ઘાસચારો વેચતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના જુદા જુદા જાહેરમાર્ગો ઉપર પેન્ડલ રિક્ષા લઈને ઉભા રહેતા અને લીલો ઘાસચારો વેચતા તત્વો ઉપર સપાટો બોલાવતા નગરપાલિકાએ આઠ જેટલા લોકોને ઝડપી લીધા હતા. અને તેમની પાસેથી ઘાસચારો તથા પેન્ડલ રિક્ષા વગેરે જપ્ત કરવામાં આવી હતી. નગરપાલિકાએ તમામ માલસામાન જપ્ત કર્યો હતો. પાલિકા દ્વારા ૮ જેટલા લોકો ઝડપી લેવામાં આવ્યા હતા.
અગાઉ પણ નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને ચાર જેટલા લોકોને ઝડપી લીવામાં આવ્યા હતા. અને તેમને ફરીથી અહી ઘાસચારો વેચવો નહી તેવી સ્પષ્ટ સુચના આપી હતી. તેમ છતાં તેઓ ફરીથી નગરપાલિકાની કાર્યવાહીમાં ઝડપાયા હતા. નગરપાલિકાએ માલ સામાન જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે.