કલોલ નગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પ્રકાશભાઈ વરઘડે વિધિસર ચાર્જ સંભાળ્યો.
કલોલ નગરપાલિકામાં હાલમાં જ વિવિધ વિભાગોના નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવી જેમાં કલોલ નગરપાલિકા ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પ્રકાશભાઈ વરઘડે આજરોજ કલોલ નગરપાલિકા ખાતે વિધિ સર ચાર્જ સંભાળ્યું હતું આ પ્રસંગે કલોલ ના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર (બકાજી), કલોલ નગરપાલિકા ના પ્રમુખ શૈલેષભાઈ પટેલ, પ્રમુખ હેમાંગીબેન સોલંકી, તેમજ કલોલ શહેર ભાજપ સંગઠનના પ્રમુખ જે. કે પટેલ, કલોલ શહેર સંગઠન મહામંત્રી નરેશભાઈ પ્રજાપતિ, તેમજ સિનિયર ભાજપના આગેવાનો તથા કલોલ શહેર સંગઠનના વિવિધ હોદ્દેદારો તેમજ વિવિધ વિભાગોના ચેરમેનો તેમજ કાઉન્સિલરો ઉપસ્થિત થયા હતા અને નવનિયુ ક્ત ચેરમેન પ્રકાશભાઈ વરધડે ફૂલહાર તેમજ મોમેન્ટો આપી શુભકામનાઓ પાઠવી હતી.