કલોલ નગરપાલિકા દ્વારા કલોલની જનતા ઉપર ત્રણ ગણો વેરો વધારો જીંકિ દેવામાં આવ્યો છે. ગત બોર્ડ તા. ૨૮ જુલાઈ ૨૦૨૩ના રોજ મળેલ જનરલ બોર્ડમાં એજન્ડા નંબર ૬, અને ઠરાવ નંબર ૪૯ મુજબ પ્રજા ઉપર ત્રણ ગણો વેરો લગાવવામાં આવ્યો છે.
જેના વિરોધમાં મ્યુનિસિપલ કાઉન્સિલર વોર્ડ નંબર ૧૧ના નગરસેવક ડૉ. કુંજ મકવાણા દ્વારા જનરલ બોર્ડમાં લેખિત વિરોધ નોંધાવેલ. જે અંતર્ગત વેરા વધારા બાબતે આજે બી.એમ.પી કાઉન્સિલર દ્વારા મામલતદાર કચેરી, પ્રાંત ઓફિસર સાહેબ તથા ચીફ ઓફિસરને આવેદપત્ર પાઠવવા માં આવેલ. સાથે સાથે કલોલના વિવિધ વિસ્તાર માંથી અંદાજિત ૫,૦૦૦ (પાંચ હજાર) જેટલી વાંધા અરજીઓ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
તથા હજુ જો નગરપાલીકા દ્વારા ત્રણ ગણો વેરો વધારો પાછો લેવામાં નહિ આવે તો આગામી સમયમાં બીજા ચરણના આંદોલનની પણ જાહેરાત કરવા આવી હતી. બીજા ચરણમાં બી. એમ. પી. દ્વારા એક મહિના સુધી નગરપાલિકા અધિકૃત વિસ્તારોમાં જઈ લોકલ મીટીંગો કરી પ્રજાને વેરા વધારા બાબતે જાગૃત કરવામાં આવશે. કલોલની તમામ જનતાને ત્રણ ગણા વેરા વધારા સામેના આ આંદોલન માં જોડાઈ સાથ સહકાર આપવા અપીલ કરી હતી.