રાષ્ટ્રવ્યાપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન સ્વચ્છતા હી સેવા કાર્યક્રમો અંતર્ગત કલોલ શહેર રેલ્વે સ્ટેશન તેમજ એસ.ટી બસ ડેપો ખાતે ખાસ સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો.
આ પ્રસંગે કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ, તેમજ નગરપાલિકા ના કર્મચારીઓ, અને કલોલ એસ . ટી બસ ડેપો ખાતે ડેપો મેનેજર સોનલબેન બારોટ સ્ટેડ ઇન્ચાર્જ એ.એમ. દેસાઈ તથા ડી.એસ ચૌધરી એ.ટી.આઈ તથા અન્ય એસ.ટી સ્ટાફ દ્વારા કલોલ એસટી બસ ડેપોમાં સાફ સફાઈ અભિયાન કરી અને સફળ બનાવ્યું હતો.