કલોલ પંચવટીમાં આવેલ ગોકુલમ બંગલો ના રહીશો દ્વારા નવરાત્રીનું બીજા વર્ષે પણ ભક્તિ ભાવ પૂર્વક આયોજન કરાયું. બંગળાના રહીશો દ્વારા નવરાત્રીમાં નવ દિવસ દેશી ઢોલના તાલે ગરબા ગમતા તમામ રહીશો ભક્તિભાવ પૂર્વજ નવરાત્રી ઉજવે છે માતાજી ની આરતી માં પણ કોઈ જાતનો ચડાવો બોલ્યા વગર સ્વેચ્છાએ આરતી નો લાભ આપવામાં આવે છે અને બંગલો ના તમામ લોકો નવરાત્રી ના નવ દિવસ માતાજી ની આરતી નો સૌ સાથે મળી લાભ લે છે સોસાયટીના તમામ સભ્યો કોઈપણ ભેદભાવ રાખ્યા વગર નવરાત્રિમાં નવે નવ દિવસ એક પરિવાર બની ને માતાજીના ગરબા રમતા હોય છે. ત્યારે નવરાત્રી બાદ સોસાયટી ના તમામ સભ્યો સાથે મળી હવન નું પણ આયોજન કરી નવરાત્રી નું રંગેચંગે સમાપન કરે છે