કલોલ પંચવટી વિસ્તાર ખાતે યોગીરાજ સોસાયટી ખાતે દલાભા ની મેલડી માતા ના મંદિર ખાતે 16 મો પાટોત્સવ ઉત્સવ યોજાયો.
આ 16 માં પાટોત્સવમાં દલાભા ના સમસ્ત પ્રજાપતિ પરિવાર દ્વારા યોજવામાં આવ્યો.
જેમાં યજ્ઞ કરી ધજા આરોહણ કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
આ પાટોત્સવમાં સાત યજમાનો યજ્ઞ નો લાભ લીધો હતો
દાતા દ્વારા આ પ્રસંગે પરણીત દીકરીઓને ભેટ ઉહાર આપવા આપવામાં આવ્યા હતા.
તેમજ માતાજીના ભક્તજનો એ મોટી સંખ્યા માં પ્રસાદી પણ લીધી હતી