- મહા અભિષેકમાં ભાવુક ભક્તોને પણ લાભ આપવામાં આવ્યો
- સમય ની કિંમત સમજી સમય મળે ત્યારે ભગવાન નું સ્મરણ કરો
મહંત શ્રી લંકેશબાપુની પાવન વાણી દ્વારા સમય ની કિંમત સમજાવ તા ધરતી પર યોજાયેલ કુદરતી અને આકસ્મિક તેમજ થયેલા આતંકી હુમલામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ની વાત જણાવતા જે લોકો વર્લ્ડ ટ્રેડ સેન્ટર ને તૂટતાં પેહલા જ લોકો ત્યાં થી નીકળ્યા તેજ લોકો સમય ની કિંમત સમજી સકે કેમકે એક ક્ષણ પેહલા કોઈને નથી ખબર કે સુ થવાનું અને આ એક ક્ષણ મા જે બચી જાય એજ સમય ની કિંમત સમજી શકે એટલે સમય ની કિંમત સમજી સમય મળે ભગવાન નું સ્મરણ કરો
શ્રાવણ માસ માં શિવલિંગ ને દૂધ ચડાવવાની મહિમા સમજાવતા કહ્યું કે પુરાણો મુજબ શ્રાવણ માસમાં ભગવાન શિવ પર દૂધ ચડાવવાની અનોખી માન્યતા રહેલી છે. શ્રાવણ માસમાં જ્યારે પશુઓ ઘાસ ખાય છે, ત્યારે તેની સાથે ઘણા કીટકોનું પણ સેવન કરે છે. આ કીટકોના કારણે ગાય,ભેંસનું દૂધ હાનિકારક થઈ જાય છે, જેથી કરી શ્રાવણ માસમાં દૂધ પીવાને બદલે ભગવાન શિવજીને અર્પણ કરવામાં આવે છે.આયુર્વેદ અનુસાર શ્રાવણ માસમાં દૂધનું સેવન ન કરવું જોઈએ કારણ કે, દૂધ કે દૂધથી બનેલા ખાદ્ય પદાર્થોનું સેવન કરવાથી વાતનો રોગ સૌથી વધુ થાય છે. શ્રાવણમાં દૂધ પીવાથી શરીરમાં પિત્ત અને કફનું અસંતુલન સર્જાય છે, જેના કારણે ઘણી બીમારીઓ પણ થાય છે. શ્રાવણમાં દૂધ પીવાથી થતી બીમારીઓને અટકાવવા દૂધને ભગવાન શિવ પર ચડાવવામાં આવે છે.
જ્યારે મધ્યરાત્રિ ના 12 વાગ્યા ના સમયે મહા અભિષેક કરાયો જેના મુખ્ય યજમાન જયેશભાઈ બાબુલાલ પટેલ વાવોલ વાળા રહ્યા હતા આ મહાદેવના મહા અભિષેક માં તમામ સ્વયંસેવકો તેમજ ભાવુક ભક્તો ને પણ લાભ આપવામાં આવ્યો