કલોલ ભારત માતા ટાઉન હોલ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર સાંસદ અમિતભાઈ શાહ ના જન્મનીમિતે સૂપોષ્ણ અભિયાન અંતર્ગત કલોલ શહેર તેમજ તાલુકાની સગર્ભા બહેનો ને મગ અને સાડી ની કીટ વિતરણ કરાયું
આ પ્રસંગે ભાજપના મીડિયા સંયોજક ડૉ.યજ્ઞેશભાઇ દવે તથા ભાજપના પ્રદેશ મીડિયા સહ પ્રવક્તા ડૉ. શ્રદ્ધાબેન રાજપૂત, કેન્દ્ર સરકાર ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક ડાયરેક્ટર જયશ્રીબેન દોશી, તાલુકા પ્રમુખ કિરીટભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ આનંદીબેન પટેલ, કલોલ શહેર ભાજપ ના જે.કે.પટેલ, મહામંત્રી નરેશભાઈ પ્રજાપતિ,કલોલ નગરપાલિકા ના પ્રમુખ શૈલેષભાઈ પટેલ, ઉપપ્રમુખ કલોલ નગરપાલિકા, તથા કલોલ નગરપાલિકા ના કાઉન્સિલર તેમજ આશાવર્કર બેહનો અને સગર્ભા બેહનો મોટી સંખ્યા માં હાજર રહ્યા.
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કલોલ શહેર ભાજપ પ્રમુખ જે.કે.પટેલ અને કિરીટભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું.