કલોલ ખાતે આવેલી લોટસ સ્કૂલ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર તેમજ યુવા સંગઠન ગુજરાતના માર્ગદર્શન દ્વારા ગાયત્રી શક્તિપીઠ કલોલ દ્વારા વ્યસનમુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના પ્રોજેક્ટર તેમજ વિડિયો ના માધ્યમથી વ્યસન શું છે તેનાથી શું નુકસાન થાય છે તેનાથી કઈ રીતે બચી શકાય તે અંગે વિદ્યાર્થીઓને તેની સમજણ પાડવામાં આવી.
તેમજ પરિવારના સભ્યોએ કઈ રીતે વ્યસનથી દૂર રાખી શકાય વ્યસન મુક્તિ કરવાથી કેટલા ફાયદા થાય વગેરે બાબતો વિશે સમજણ આપી હતી તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો કે પાંચ વ્યક્તિઓને વ્યસનમુક્ત ની સહાય ભેટ આપવાનું સમજાવવામાં આવ્યું હતું.
જેમાં વક્તા તરીકે જીવણભાઈ પટેલ, જોસના બેન ગોસ્વામી તેમજ અમૃતભાઈ પટેલ રામનાથ ગોસ્વામી તથા કાર્યક્રમમાં હાજર મનીષભાઈ એ કાર્યક્રમની ઉપયોગીતા બતાવી અને પોતાને અભિપ્રાય આપ્યો હતો અને વેકેશન પછી શાળામાં બધા વિદ્યાર્થીઓ લાભ લે એ માટે વેકેશન પછી પણ આવા કાર્યક્રમ કરવામાં આવશે.