47 વર્ષથી દશેરાનું આયોજન થાય છે
કલોલ શહેરમાં પંજાબી સમાજ દ્વારા છેલ્લા 47 વર્ષથી દશેરાના રામ દહનનું આયોજન કરવામાં આવે છે.
પંજાબી સમાજ દ્વારા રામ લક્ષ્મણ અને હનુમાનજીની સેના સાથે વરઘોડો કાઢવામાં આવે છે આ વરઘોડો કલોલ શહેરના મુખ્ય માર્ગો માં ફરીને રાવણ દહન ના સ્થળ ખાતે પહોંચે છે જેને લઇને રાવણ દહન જોવા માટે કલોલ શહેરના તેમજ આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં રમણ દહન જોવા ઉમટી પડે છે અને કોઈ ઉચ્ચનીય ઘટના ન બને તે માટે કલોલ શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવામાં આવે છે.
આ વર્ષે રાવણ દહનના મુખ્ય મહેમાન તરીકે કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર ,શહેર ભાજપ સંગઠનના પ્રમુખ જે કે પટેલ, કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ ઉપપ્રમુખ હેમાંગીબેન હિમગીબેન સોલંકી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશભાઈ વરગડે મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા