કલોલ રેલ્વે સ્ટેશન ખાતે આજથી ત્રણ એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજ ને મંજૂરી મળી.
કલોલ ની જનતામાં આનંદની લાગણી પ્રસરી છે વર્ષો સુધી એક્સપ્રેસની માંગણી કર્યા બાદ કલોલ રેલવે તંત્ર દ્વારા ત્રણ ટ્રેનોના સ્ટોપેજ ને મંજૂર કરવામાં આવ્યા છે.
કલોલ શહેર સહિત કલોલ આસપાસના ગામોના નાગરિકો દ્વારા વર્ષોથી રેલવે સ્ટેશન પરથી પસાર થતી એક્સપ્રેસ ટ્રેનનો સ્ટોપેજ માંગ કરી રહ્યા હતા.
કલોલ શહેર અને તાલુકામાં મળી કુલ ચારથી પાંચ લાખ ઉપરાંતની વસ્તી વસવાહટ કરી રહી છે જેને લઈને તેઓને ટ્રેનમાં મુસાફરી કરવા માટે અમદાવાદ અથવા મહેસાણા સુધી લાંબા થવું પડતું હતું.
કલોલ રેલ્વે સ્ટેશન ને એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ ના હોવાને કારણે જનતાને મુસાફરી કરવામાં ખૂબ મુશ્કેલી થતી હતી.
જેને લઈને કલોલમાં એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ આપવા માટેની માંગ પણ ઉઠી હતી ત્યારે દેશના ગૃહ મંત્રી અમિત શાહ અને કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર ના પ્રયત્નોથી કલોલમાંથી પસાર થતી ત્રણ એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોકને મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં સાબરમતી દોલતપુર ચોક એક્સપ્રેસ, અમદાવાદ જમ્મુ તાવી એક્સપ્રેસ તથા બાંદ્રા જેસલમેર એક્સપ્રેસ આ એમ કરીને આ ત્રણ એક્સપ્રેસ ટ્રેનોને સ્ટોપેજ માટે કલોલ રેલ્વે સ્ટેશનમાં મંજૂરી કરવામાં આવી હતી જેની આજરોજ કલોલના ધારાસભ્ય દ્વારા કલોલ રેલ્વે સ્ટેશન ખાતે લીલી ઝંડી આપવામાં આવી હતી.
આ પ્રસંગે રેલ્વે ના અધિકારી તેમજ
કલોલ શહેરના શહેર ભાજપ સંગઠનના જે કે પટેલ, તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ, પ્રમુખ હેમાંગીબેન સોલંકી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશભાઈ વરઘડે તેમ જ મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા.