ગાંધીનગરના કલોલ શહેર પોલીસ સ્ટેશન ખાતે આઈ.જી વિરેન્દ્ર યાદવની અધ્યક્ષ સ્થાને કલોલ ની જનતાના પ્રશ્નોની વાચા આપવા તેમજ રજૂઆત સાંભળવા માટે લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલોલ શહેરના સ્થાનિક આગેવાનો તેમજ જાગૃત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પોતાના વિસ્તારની સમસ્યા અંગે આઈ જી વિરેન્દ્ર યાદવને રજૂઆત કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત સ્થાનિક આગેવાનો તેમજ નાગરિકો દ્વારા કલોલ રેલવે પૂર્વ અને આંબેડકર સર્કલ ખાતે નવી ચોકી ની માંગ કરાઈ તેમજ રાત્રીએ દરમિયાન ચોરી તેમજ દારૂ,જુગાર તેમજ સ્પા સેન્ટરો તેમજ ટ્રાફિકની સમસ્યા ને લઈને રજૂઆતો કરવામાં આવી હતી.
પૂર્વ વિસ્તારમાં પૂર્વમાં આશરે 40,000/- કરતા વધારે લોકો વસવાટ કરે છે અને હાલ એક પોલિસ સ્ટેશન ની વ્યવસ્થા છે. તો તાત્કાલિક અસર થી બીજી પોલિમ સ્ટેશન પૂર્વ તરફ આવતા અંડર બ્રીજ માં રીક્ષા ઓનો ખુબજ ત્રાસ છે તો તેમની સામે કાર્યવાહી કરવી
પૂર્વમાં આવેલી સ્કૂલો પર અસામાજીક તત્વોનો જમાવડો થતો હોય છે. તો તેવા તત્વોને પકડી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતિ.
પૂર્વમાં આવેલ જાહેર માર્ગો પર રાત્રીના સમયે આવારા તત્વો ખુલ્લેઆમ નશીલા પદાર્થો નું સેવન કરતા હોપ છે. તેમને પકડી ને યોગ્ય કાર્યવાહી કરવી નાગરિકો અને પોલીસમાં પરસ્પરનો વિશ્વાસ જળવાય રહે. તેવા પ્રયત્નો કરવો સમાજ માં અપરાધો નું પ્રમાણ ઘટે તે માટે પૂર્વ વિસ્તારમાં સેમીનારો કરી જન જાગૃતિનું અભિયાન ચલાવવા નમ્ર વિનંતિ છે.
પૂર્વના અમુક જાહેર માગો ઉપર નબીરા ઓ પોતાનુ વાહન પાર્ક કરી અડીંગો જામાવતા હોપ છે. જેના કારણે ટ્રાફિક ની સમસ્યા થાય છે. તો પેટ્રોલિંગ મારફતે આવા નબીરાઓ ને પકડી શિક્ષાત્મક કાર્યવાહી માંગ કરી હતી
તેમજ તમામ પ્રશ્નોનું નિવારણ ઝડપથી થાય તે માટે આઈ.જી વિરેન્દ્ર યાદ આવે કલોલ શહેર ડી.વાય.એસ.પી તેમજ કલોલ શહેર પોલીસ સ્ટેશનના પી.આઇ ને જરૂરી સૂચનો આપી હતા અને આ બાબતે એક મહિનામાં રિપોર્ટ કરવા સૂચન આપ્યું હતું.