મહિલાના મોતથી ત્રણ દીકરીઓનો આધાર છીનવાઈ જતા એરેરાટી
કલોલ : કલોલમાં રહેતી ત્રણ દીકરીઓની માતા બાઈક લઈને અમદાવાદ નોકરી જઈ રહી હતી ત્યારે તેનું બાઈક સ્લીપ ખાઈ જતા તેને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેનું મોત નિપજ્યું હતું મહિલાના મોતથી ત્રણ દીકરીઓનો આધાર છીનવાઈ ગયો હતો જેના પગલે અરેરાટી વ્યાપી ગઈ હતી બનાવ અંગે પોલીસે જરૃરી નોંધ કરી તપાસ હાથ ધરી છે.
આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલમાં આવેલા પ્રકાશપુંજ માં રહેતી નિત્તલબેન પ્રવીણભાઈ ચૌહાણ બાઈક લઈને અમદાવાદ નોકરીએ જતી હતી ત્યારે બાઈક સ્લીપ ખાઈ જતા તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં દસ દિવસ ની સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું મરણ જનાર મહિલા ત્રણ દીકરીઓની માતા હતી અને તેના પતિનું ત્રણ વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું મહિલાના મોતથી તેના પરિવારની ત્રણેય દીકરીઓ નોંધારી બની જતા અરેરાટી વ્યાપી જવા પામી છે બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.