ઘુમાસણનો યુવક બાઈક લઈને નોકરી જવા નીકળ્યો હતો તે દરમિયાન જીવલેણ અકસ્માત સર્જી ઈકોનો ચાલક થયો ફરાર. ધુમાસણ ગામે રહેતો યુવક બાઈક લઈને નોકરી જવા નીકળ્યો હતો. તેનું બાઈક કલોલના છત્રાલ બિલેશ્વરપુરા હાઈવે ઉપરથી પસાર થતું હતું. ત્યારે ઈકો કારના ચાલકે તેને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર કડી તાલુકાના ઘુમાસણ ગામે રહેતો કુલદીપકુમાર ભીખાભાઈ મકવાણા (ઉ.વ.આ.૨૬) સવારના સુમારે બાઈક લઈને નોકરીએ જવા નીકળ્યો હતો. તે બાઈક લઈને કલોલના છત્રાલ બિલેશ્વરપુરા હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યો.હતો. તે વખતે પુરપાટ નીકળેલા ઈકો કારના ચાલકે તેની બાઈકને ધડાકાભેર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કુલદીપકુમાર મકવાણાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું હતું. અકસ્માત બાદ ઈકો કારનો ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે પોલીસે મૃતકના સગાની ફરિયાદના આધારે અકસ્માત કરીને ફરાર થઈ ગયેલા અજાણ્યા ઈકો કારના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.