સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ પહેલા બફાટ કરે છે પછી માફી માંગે છે. ખોડીયાર માતાજી પર વિવાદિત ટિપ્પણી કરનાર બ્રહ્મસ્વરૂપ સ્વામીએ પોતાના નિવેદનને લઈને માફી માંગી છે. બ્રહ્મસ્વરૂપ સ્વામીના નિવેદનથી ખોડલધામ ટ્રસ્ટ અને ભક્તો રોષે ભરાતા નારાજગી વ્યક્ત કરી હતી. સારંગપુર હનુમાન મંદિરના ભીંતચિત્ર વિવાદની જેમ આ મામલો પણ વધુ ઉગ્ર બને તે પહેલા જ વડતાલના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ પોતે કરેલ બફાટને લઈને માફી માંગતો વીડિયો જાહેર કર્યો.
ખોડીયાર માતાજીને લઈને વિવાદિત ટિપ્પણી કરનાર બ્રહ્મસ્વરૂપ સ્વામીએ પોતાના નિવેદનને લઈને માફી માંગી. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ માફી માગતો વીડિયો જાહેર કર્યો. જેમાં તેમણે કહ્યું કે મારો ઇરાદો કોઈની લાગણી દુભાવવાનો નહોતો. મારા નિવેદનથી કોઈની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી હોય તો હું બ્રહ્મસ્વરૂપદાસ સ્વામી દિલગીરી છું અને બે હાથ જોડી માફી માંગુ છું. અને ફરી વખત આ પ્રકારનું પુનરાવર્તન ના થાય તેની ખાતરી આપુ છું.