ગાંધીનગર
કલોલ
ગાંધીનગરના કલોલમાં ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવી.
ઇસ્લામ ધર્મના સ્થાપક અને સમગ્ર વિશ્વને એકતા, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનાર હજરત મહંમદ પયગંબર સાહેબના જન્મ દિનને મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદના પર્વ તરીકે ધામધૂમથી ઉજવે છે. કલોલ શહેરમાં પણ ઉજવણી કરવામાં આવી .
આ પ્રસંગે કલોલ શહેર ખાતે આવેલું જુમ્મા મસ્જિદ ખાતેથી ઝૂલુસ નિકળ્યા માં આવ્યું હતું.અને આ જુલુસ મુસ્લિમ વિસ્તારમાં ફરી ટાવર ચોક થઈ અને જુમ્મા મસ્જિદ પાછી ફરી પૂર્ણ કરવામાં આવી હતી જેમાં વિશાળ સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતાં.
ઝુલુસ દરમિયાન ઠેર ઠેર ઠંડા પીણા, આઇસ્ક્રીમ, કેન્ડી, ચા, કોફી, નાસ્તો, સહિતના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા
તેમજ ઈદે મિલાદના ઝુલુસ દરમિયાન કોઈ ઉચ્ચતર ઘટના ના ઘટે તે માટે કલોલ ડી.વાય.એસ.પી. પી.ડી.મણવર તથા કલોલ શહેર પોલીસ પી.આઈ.આર.આર.પરમાર તેમજ કલોલ શહેર પોલીસ સ્ટાફ ખડેપગે ચુસ્ત ગોઠવવામાં હતો.