
કલોલ રેલવે પૂર્વ ખાતે આવેલ નરનારાયણ સોસાયટી ખાતે નવરાત્રી દરમિયાન વેશભૂષા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું

ગાંધીનગરના કલોલ ખાતે રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલી નરનારાયણ સોસાયટી ખાતે સોસાયટીના રહીશો દ્વારા નવરાત્રી ના છઠ્ઠા નોરતે રહીશો દ્વારા વેશભૂષા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં વિવિધ પાત્રો ભજવવામાં આવ્યા.

આ પાત્રોમાં કોઈ દેશના વડાપ્રધાન બન્યા તો કોઈ શંકર ભગવાન નું રૂપ ધારણ કર્યું તો કોઈએ બ્રહ્મા નું અને નવરાત્રી હોવાને કારણે મહિલાઓ દ્વારા નવદુર્ગા ના રૂપ ધારણ કર્યા હતા. તેમજ વિવિધ પાત્રો ભજ્યા હતા સોસાયટીમાં નવરાત્રી દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમોનું પણ સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવે છે.