ગોવર્ધન પાર્ક સોસાયટીના સર્વે રહીશો દ્વારા ઉત્સાહપૂર્વક ગરબા ગાવામાં આવ્યા અને વેશભૂષા પણ ધારણ કરવામાં આવી હતી. અંદાજિત 50 જેટલા બાળકો અને યુવાનો તેમજ વડીલોએ વેશભૂષામાં ભાગ લીધો હતો.
પ્રથમ ત્રણ નંબર પસંદ કરવામાં આવ્યા હતા અને તેઓને ઇનામ પણ આપવામાં આવ્યા હતા. તેમજ દરેક ગરબા ની રમનાર ખેલૈયાઓને પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવ્યા હતા.તેમજ નવ બાળાઓ ને નવદુર્ગા બનાવવામાં આવી હતી. નવદુર્ગા બનેલ બાળકોને ગિફ્ટ આપવામાં આવી હતી. તદુપરાંત માતાજીના ચોકમાં માંડવી આગળ વિવિધ રંગોળીઓ પણ સુંદર રીતે બનાવવામાં આવતી હતી રંગોળીઓનું આકર્ષણ નવરાત્રીના ઉત્સવમાં ચાર ચાંદ લગાવી દેતું હતું. આમ ખૂબ જ ઉત્સાહથી અને ધામધૂમથી ગોવર્ધન પાર્ક સોસાયટીમાં નવરાત્રીનો ઉત્સવ ઉજવાયો છે.