ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં લવ જેહાદના તેમજ ધર્માંતરણના સતત વધી રહેલા કિસ્સાઓને ધ્યાનમાં લઇ આગામી દિવસોમાં માતાજીનો આસ્થા, ભક્તિ અને પવિત્ર નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આ નવલખા નવરાત્રીના ગરબા દરમિયાન વિધર્મીઓના પ્રવેશ રોકવા માટે સ્થાનિક વહીવટીતંત્ર અને ગરબા આયોજકોએ વિશેષ તકેદારી સાથે વ્યવસ્થા ગોઠવવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કડક શબ્દોમાં અપીલ કરી રહ્યું છે.
તો બીજી તરફ સોસાયટીઓના કે શેરી ગરબાઓમાં સ્થાનિકોની જ હાજરી હોવાથી આ ગરબામાં વિધર્મીઓના પ્રવેશની શક્યતા નહિવત હોય છે. પરંતુ પાર્ટી પ્લોટમાં થતા જાહેર અને કોમર્શિયલ ગરબામાં કોઈપણ વ્યક્તિ પાસ ખરીદી કે મેળવીને સરળતાથી પ્રવેશ લઈ શકતો હોય છે. ત્યારે આવા જાહેર ગરબાઓમાં કે પાર્ટી પ્લોટના ગરબાઓમાં વિધર્મી તત્વો અથવા અસામાજિક તત્ત્વો પ્રવેશે નહીં તેમજ હિન્દુ યુવતીઓ લવ જેહાદ જેવા કિસ્સાઓમાં ફસાય નહીં તે માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તકેદારી રાખવા સૂચન કરે છે. આ સાથે રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વધતા જતા હાર્ટ એટેક (હ્રદય રોગ)ના કેસોને ધ્યાને લઇ આયોજોકોને તંત્ર સાથે સંકલનથકી ગરબે ઘૂમતા ખેલૈયાઓમાં કાર્ડિયાક એટેકનો શિકાર ન બને તેના માટે આરોગ્યલક્ષી તમામ સુવિધાઓ ગરબા સ્થળે જ ઉપલબ્ધ કરાવવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અપીલ કરી રહ્યું છે. આ અંગે ગરબાના આયોજકોએ CPR કઈ રીતે કરી શકાય? તેનો વીડિયો ગ્રાઉન્ડમાં સ્ક્રીનમાં પ્લે કરવો, 5 વ્યક્તિઓને હેલ્થ વોરિયર્સ બનાવી CPR તાલીમ મેળવી, ગ્રાઉન્ડમાં યુવાનો વ્યસન ન કરે તેની તકેદારી આયોજકોએ જ રાખવી, નજીકની હોસ્પિટલના તમામ કોન્ટેક્ટ નંબર રાખવા તથા ગરબાના તમામ પ્રવેશ દ્વાર પર એમ્બ્યુલન્સ, વિશેષ ડોક્ટરની એક ટીમ અને અન્ય પ્રાથમિક સુવિધાઓ સાથે મીની હોસ્પિટલ બનાવવા અપીલ છે.
આ તમામ તકેદારીઓના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગાંધીનગર જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા તથા પાર્ટી પ્લોટ ગરબાના આયોજકોને વિશેષ તકેદારીના પગલાં લેવા માટે અપીલ કરી છે. આ મામલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ગાંધીનગર જિલ્લાના મહામંત્રી શ્રી અમિત ઉપાધ્યાય સહિતના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, પાર્ટી પ્લોટમાં પ્રવેશ માટે માત્ર ટિકિટ કે પાસની ચકાસણીની સાથે જ પ્રવેશ લેનાર વ્યક્તિનું આધાર કાર્ડ અથવા તો ચૂંટણીકાર્ડ પણ ફરજિયાત ચેક કરવા માટે તેમણે અપીલ કરી હતી. આ મામલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગાંધીનગર શહેર સહિતના જિલ્લાના વિસ્તારોમાં જ્યાં જ્યાં જાહેર ગરબા કે પાર્ટી પ્લોટ ગરબા થાય છે. ત્યાં તેના આયોજકોને મળી આ બાબતે રજૂઆત કરનાર છે. તો જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસવડાને પણ આ મામલે તેઓ એક આવેદન પત્ર આપી તકેદારીના પગલાની માંગણી કરી રહ્યું છે.