જે. કે. લક્ષ્મી સિમેન્ટ લી. ના સહયોગ થી કલોલ તાલુકાના મોટી ભોયણ ગામે ગ્રામીણ સમુદાયના યુવાનોને કૌશલ્ય વિકાસ અને રોજગાર ક્ષમતા વધારવા માટે “મેક ઇન્ડિયા કેપેબલ – યુથ ટ્રાન્સફોરમેશન સેન્ટર” નું ઉદ્ઘાટન તારીખ ૦૬/૧૦/૨૦૨૩ ના રોજ કરવામાં આવ્યું.
જે એક પ્રસિદ્ધ સ્તરની સેવાભાવી સંસ્થા “હેડ હેલ્ડ હાઇ” સાથેના અનુસંધાનથી શક્ય બન્યું છે.
આ તાલીમ કેન્દ્રમાં વિદ્યાર્થીઓને બેઝિક કમ્પ્યુટર, સ્પોકન ઇંગ્લિશ સહિતના કોર્ષ વિનામૂલ્યે શીખવવામાં આવશે. આ તકે ખાત્રજ પોલીસ મથકે થી પધારેલ મહેમાન એવા પી. આઇ. ડી.બી. ડાભી કહ્યું હતું કે ગ્રામીણ ક્ષેત્રના રોજગાર ઇચ્છુક તેમજ યુવક – યુવતીઓ માટે નોકરી મેળવવાની સુવર્ણ તક એટલે “મેક ઇન્ડિયા કેપેબલ” પ્રોગ્રામ છે.
આ કાર્યક્રમ નોકરી ઇચ્છુક યુવક યુવતીઓ ને તાલીમ આપીને નોકરી આપવા સક્ષમ બનાવે છે. આ પ્રસંગે જે. કે. લક્ષ્મી સિમેન્ટ લી.ના એચ. આર. હેડ શ્રી અર્પિત કંસારા એ સહર્ષ જણાવ્યું કે જે. કે. ઓર્ગેનાઇજેશન સામાજિક પ્રવૃત્તિના પદચિન્હે છે. અમને ખાત્રી છે કે આ અદ્વિતીય પ્રતિબધ્ધતા સમાજમાં યુવાનોના ઉત્કર્ષ માટે ખૂબ રચનાત્મક પુરવાર થશે.