*પારિવારિક માનતાને લઈ વહેલી સવારે પગપાળા નીકળ્યા*
ડીસાના પૂર્વ ધારાસભ્ય અને હિન્દુ હૃદય સમ્રાટ શશીકાંતભાઈ પંડ્યા રવિવારના વહેલી સવારે દાંતાથી અંબાજી પગપાળા એક માનતા પૂરી કરવા પહોંચ્યા હતા. જ્યાંથી તેમની સાથે તેમના મિત્રો અને અન્ય સમાજના આગેવાનો સાથે માં જગતજનની અંબે ભવાની ના મંદિરમાં પહોંચીને ધજા ચડાવી શીશ નમાવ્યું હતું. વર્ષો પહેલાંની એક મન્નત ને પૂર્ણ થતા રવિવારે ધારાસભ્ય વહેલી સવારે પગપાળા અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું. જે અંબેના નાદ સાથે તેમની સાથે રહેલા આગેવાનોએ અંબાજી જતા રસ્તાઓને ફરીથી ભાદરવી પૂનમ પછી ગુંજાવી ઉઠ્યા હતા. માતાજીના મંદિરે પહોંચતા જ પૂર્વ ધારાસભ્યશ્રી માતાજી સમક્ષ મસ્તક નમાવી આશીર્વાદ લીધા હતા અને ધજા ચડાવી માં જગત જનનીને પ્રાર્થના કરી હતી કે પોતાની જિલ્લાની જનતાને સર્વ સુખ અર્પણ કરજો અને દરેકનું કલ્યાણ કરજો અને આવનાર સમયમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બનાસકાંઠા જિલ્લામાં બની રહે તેવી માં જગત જનની પાસે પ્રાર્થના કરી હતી. મીડિયા સાથે સંવાદમાં પૂર્વ ધારાસભ્યએ જણાવ્યું હતું કે ગુજરાતના પનોતા પુત્ર અને હાલના કેબિનેટ ગૃહમંત્રી અમિતભાઈ શાહના સુપુત્ર જય શાહ ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થતા તેમના દ્વારા એક મન્નત માગવામાં આવી હતી


જે મન્નતને પૂરી કરવા માટે પોતે દાંતાથી અંબાજી પગપાળા નીકળ્યા હતા. માં જગતજનની એ દરેકની મનોકામના પૂર્ણ કરી છે ત્યારે માં આરાસુરી મારી પણ આ મનોકામના પૂર્ણ કરે છે.આજે પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા ની સાથે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના વકીલ કૈલાશભાઈ ગેલોત વિપુલભાઈ દવે તેમજ અન્ય આગેવાનો જોડાયા હતા.
રિપોર્ટર:- રિતિક સરગરા,અંબાજી
