ત્રીજા સોમવારે અનુષ્ઠાન કરતા જીવ શિવમાં ભળ્યો
આધુનિક યુગમાં ભજન અને સંતવાણીને સતત ધબકતી રાખવામાં લક્ષ્મણ બારોટનો સિંહ ફાળો છે. કહેવામાં આવે છે કે તેમના સંતવાણીના કાર્યક્રમમાં શ્રોતાઓમાં 80 ટકા યુવાનો અને બાકીના 20 ટકામાં વડીલો રહેતા. તેમના ભજન સાંભળીને અનેક યુવાનો ભક્તિમાર્ગ પર વળ્યા હોવાના પણ કેટલાક દાખલા છે.પોતાના ભજનોથી ગુજરાત સહિત વિશ્વભરમાં સંતવાણીના સૂર રેલાવનાર ભજનસમ્રાટ લક્ષ્મણ બારોટનું અવસાન થયું છે.તેમના અવસાનના સમાચારથી સંત સમાજ તેમજ તેમના ચાહક વર્ગમાં ગમગીની છવાઈ ગઈ છે. આજે જામનગર ખાતે વહેલી સવારે પાંચ વાગ્યે તેમણે દેહત્યાગ કર્યો હતો. સાથે જ તેમના પાર્થિવ દેહને હાલ ભરૂચના રાજપારડી ખાતે તેમણે બનાવેલા ‘શિવશક્તિ ભજન પીઠ આશ્રમ’ખાતે તેમના પાર્થિવ દેહના દર્શન અર્થએ રાખવામાં આવ્યો હતો ત્યાર બાદ ભાલોદ મોક્ષઘાટએ અગ્નિદાહ કરવામાં આવ્યું હતું. ગુજરાતએ એક રાગી- વૈરાગી ભજન સમ્રાટના દર્શન માટે લોક ગાયક બીરજુ બારોટ,નિરંજન પડ્યા,ભરતદાસ બાપુ,રામકુંડના સંત ગંગાદાસ મહારાજ કમલેશ બારોટ જયંતિભાઈ પ્રજાપતિ અખિલ ભારતીય સંઘ ગુજરાત રાજ્ય, સહિત મોટી સંખ્યામાં અનુયાયીઓ “લક્ષ્મણ બાપુ’ પાર્થિવ દેહ ના અંતિમ દર્શન કર્યા હતા.
તેમની અંતિમ યાત્રા નિકળી ત્યારે લોક મહેરામણ ઉભરાયું હતું તેમના પાથઁવી દેહને ભાલોદના નમઁદા કાંઠે આવેલ સ્મશાન ખાતે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.