બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વરસાદ વરસ્યો નથી ત્યારે ખેત્તી સાથે સંકળાયેલા આ જીલ્લામાં ખેડૂતો ખેતી કરી વરસાદની કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે. એક બાજુ ખેડુતોએ ચોમાસુ સિજન ના આશા એ બાજરો, જુવાર, કપાસ અને કઠોળ પાકો મગ, અડદ, મગફળી , તલ ની ખેતી કરી છે ત્યારે ખેડુત નો મહા મુલો પાક સુકાઈ રહ્યો છે ત્યારે બીજા શ્રાવણ માસ ના દશ દિવસ સુધી ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા જીલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતન બન્યાં છે ત્યારે દિયોદર માં ગઈકાલે મોદી સાંજે અચાનક હવામાનમાં પલટો આવતાં પવન સાથે વરસાદ ઝાપટાં પડ્યા હતા જયાં શહેરના રોડ રસ્તાઓ ભીંજવ્યા હતા.. ત્યારે ખેતી સાથે સંકળાયેલા વેપારીઓ અને ખેડુતો વરસાદની મીટ માંડી ને રાહ જોઈ રહ્યા છે ત્યારે આ વર્ષે ચોમાસુ કેવું રહેશે એની ખેડુતોને ચિંતા સતાવી રહી છે ત્યારે બપોર બાદ દિયોદર માં વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતો ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ગુજરાતના ધરતીપુત્રોની આતુરતાનો અંત આવ્યો છે. ખેડૂતોમાં હવે ફરીથી સારા પાકની આશા જાગી છે
અહેવાલ કુરશી ઞજજર દિયોદર બનાસકાંઠા