અમદાવાદઃ (Ahmedabad) શહેરમાં આગામી 14મી ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની મેચ રમાવાની છે. આ મેચ પહેલાં જ સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી.(crime branch) ત્યારે આ ધમકી આપનારને રાજકોટથી દબોચી લેવામાં આવ્યો છે. (Narendra Modi Stadium)શહેરમાં ધમકીને પગલે પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. (cricket world cup)તે ઉપરાંત સેન્ટ્રલ સુરક્ષા એજન્સીઓની પણ મદદ લેવામાં આવી છે. ત્યારે રાજકોટથી આરોપી ઝડપાતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.
કરણ માળી નામના યુવકને રાજકોટથી ઝડપી લેવાયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળતાં જ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. મૂળ મધ્યપ્રદેશના વીડિયો બ્લોગર કરણ માળી નામના યુવકને રાજકોટથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી કરણ માળીએ 14 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર ભારત-પાકિસ્તાન મેચને લઈને ધમકી આપી હતી. ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં કરણે માત્ર મજા લેવા મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપી હતી. રૂપિયા 500 કરોડની માંગણી કરતો ઈ-મેઈલ પણ આ યુવકે કર્યો હોવાની શંકા છે. હાલ કરણ માળીની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્ટેડિયમમાં જઈને સુરક્ષાની સમીક્ષા કરી
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરક્ષાના મુદ્દે સ્ટેડિયમમાં જઈને સમીક્ષા કરી હતી. હર્ષ સંઘવીની સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ સુરક્ષાના મુદ્દે સમીક્ષા કરી. સુરક્ષાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ બેઠક યોજી છે. આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ મલેક સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર છે.14મી ઓક્ટોબરે અમદાવાદમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 7 હજારથી વધુ પોલીસ જવાનનો તૈનાત રહેશે.