ઐતિહાસિક શહેર મારકેશથી એટલાસ પર્વતમાળાના ગામો સુધીની ઇમારતોને નુકસાન
PM મોદીએ મોરક્કોમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં મૃત્યુ પામનાર લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
મોરક્કોમાં મોડી રાત્રે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, આ ભૂકંપના કારણે ઓછામાં ઓછા 820 લોકોના મોત અહેવાલ મળી રહ્યા છે. જ્યારે 672થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર પણ મળી રહ્યા છે. હજુ સુધી રાહત અને બચાવકાર્યની કામગીરી ચાલુ છે. મંત્રાલયે કહ્યું કે મોટા ભાગનું નુકસાન શહેરો અને નગરોની બહાર થયું છે. મોરોક્કોમાં આવેલ પ્રચંડ ભૂકંપના કારણે ઐતિહાસિક શહેર મારકેશથી એટલાસ પર્વતમાળાના ગામો સુધીની ઇમારતોને નુકસાન થયું હતું.
ભારતીય સમય અનુસાર ભુકંપ વહેલી સવારે આવ્યો હતો
ભારતીય સમય અનુસાર આજે વહેલી સવારે 3.41 વાગ્યાની આસપાસ આ ભૂકંપ આવ્યો હતો. USGS અનુસાર આ 120 વર્ષોમાં ઉત્તરી આફ્રિકામાં સૌથી શક્તિશાળી ભૂકંપ છે. USGSએ જણાવ્યુ હતું કે વર્ષ 1900 બાદ આ એરિયાના 500 કિમી ક્ષેત્રમાં કોઈપણ એમ 6 લેવલ અથવા તેનાથી મોટો ભૂકંપ આવ્યો નથી. અહી એમ 5 લેવલનો ભૂકંપ જ નોંધાયો છે. મારાકેશ શહેરના એક રહેવાસીએ જણાવ્યુ હતું કે ભૂકંપના કારણે અનેક ઈમારત ધરાશાયી થઈ છે. હાલ વિનાશક ભૂકંપને કારણે લોકમાં ભયનો માહોલ છે. આ ભયાનક ભૂકંપની તસવીર અને વીડિયો સામે આવી રહ્યા છે.
PMએ શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરક્કોમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં મૃત્યુ પામનાર લોકોના પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. તેમણે પોતાના સોશ્યલ મીડિયા સાઈટ પર લખ્યું હતું કે મોરક્કોમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાનથી ખુબ જ દુ:ખ થયું છે. આ દુ:ખના સમયે મારી સંવેદના મોરક્કોના તે લોકો સાથે છે જેના તેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. ભારત આ મુશ્કેલ સમયમાં સક્ય તેટલી મદદ કરવા તૈયાર છે.